મારો   હાથ   ઝાલીને  રાહ  ચીંધ્યો ,  દિશાઓ   બદલાઈ    ગઈ ,
ભીતર  રાખ્યો  દીવો  સળગતો અંધારાની નજર વિખરાઈ ગઈ ,

સુગંધ   ફેલાવ    મારા  ઘરમાં  અચાનક   ધૂપસળી   સળગાવી ,
સ્વયંને  સુગંધીત કરતા ધૂપ-દીપની પ્રજવળતા જીરવાઈ  ગઈ ,

દુનિયાના     ભેદભરમ    છોડી,   ઘરના   દ્વારની   સાંકળ  ખોલી ,
એમના     ખુદ       આયનામાં      મારી    દુ આ    વર્તાઈ    ગઈ ,

માછલી   રડી   હશે,   નહીં તો   વમળમાં   પરપોટા   ના  દેખાય ,
આંખનાં આંસુ વંચાયાં નહીં, સમજણ વગર જિંદગી વંચાઈ  ગઈ ,

વરસીને    ગયો    ‘આવું    છું’   કહીને    ‘ચાતક’  ત્યાં  ને  ત્યાં  છે ,
સ્મરણની    ભીનાશમાં    નજરો    આભ    સુધી    ઢોળાઈ    ગઈ

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *