મિલન ની   તડપ   જામના   બુંદથી  બુઝાઈ  રહી કેમ   છે ,?
દર્દ    ભીતરના  મારા   મજાથી    લુંટાઈ      રહી   કેમ   છે ? ,

ધબકતી   જિન્દગી   સાકી  હશે  તારા  મયખાનાની   ભલે ,
છે   ખાલી  જામ  ને  નજરથી  સુરા  છલકાઈ  રહી  કેમ છે ,?

દુનિયાએ    પ્રણયના    રંગરૂપની     માવજત    તો    કરી ,
વગર સમજણની દીવાનગીના રંગ લલચાઈ રહી  કેમ છે ,?

મહેફિલમાં  તારી  ભૂલો પડ્યો  છું તો કદી  પાગલ  થવાનો
ખુદ  દીવાનગીના  પરદામાં  સગડ  છુપાઈ  રહી  કેમ  છે ,?

હવે   પ્રણયના  શ્રદ્ધા  પંથમાં  જાળથી  ખુદ  બંધાતા  નથી ,
મુફલિસ   સમજદારીથી  ઝુલ્ફો   વિખરાઈ   રહી   કેમ   છે ,?

ગમે  છે  રમ્ય જગા “ચાતક” જ્યાં અર્થ  ઘૂંટી પીવાતા નથી ,
દિલેર   દિલની    સમજણ    મને   સમજાઈ   રહી  કેમ   છે ,?

મુકુલ દવે “ચાતક”

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *