મૂળમાં  ઉતર  કદાચ  તારામાં  હું  હોઉં  હૃદયને  સાદ  કરી  તો  જો
સામે  મારી  ના  જો  કદાચ  ઊંડે  ડોકાઉં પ્રણયને  સાદ કરી તો  જો

આટલા  અંધારમાં  પણ  હું  તને  બસ  સ્હેજમાં આજે  જડી જવું  તો
બસ તું દીવાને પ્રગટાવતાનીજ સાથે આ સમયને સાદ કરી તો  જો

કાળજાને  પણ  વળે  ટાઢકજ  બસ  એવીજ  મૌસમ તું  બની  જા ને
આપણે ભીનાશથી ઓગાળીએ પ્હેલાં તું  વિલયને સાદ કરી તો  જો

છે  તું  મારામાંય  એટલે  ભાગ્યરેખા કેમ કરીને  પણ ભૂંસાતી  નથી
હસ્તરેખાને  હું  જોઉં   એ  પ્હેલાં  ભાગ્ય  ઉદયને  સાદ  કરી  તો  જો

કોણ   જાણે   સાંજ   પડતાં   મેહૂલો   મારો   ભર્યો ભર્યો થઇ જાય છે
કોણ  છે  મારા  અંદર  એ  જોઉં  એ  પ્હેલાંજ મયને સાદ કરી તો જો
મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *