મેં   આભમાં   પંખી   ઊડાડી    પાંખના   પારખાં    કર્યા
એમને    તો    નિશાન    ટાંકી    મેડલો    લાખના  કર્યા

ને    જીવવા    માટેય    શ્રદ્ધાના   ઘણા  દ્વાર  તો  ખૂલ્યાં
ઈશ્વરને   ખુદ   સાક્ષાત   કરવા   પૂતળા  જીવતાં  કર્યા

કરતો  દરિયાદીલી  લઇ   કરતાલ  બસ  હાથમાં  જ્યાં
સાંઈની  અલગારીમાં  દુઆઓએ   ઘરે   આવતાં  કર્યા

સહેલું  નથી  આ  ગહનતાથી ખુદને પોતાને  મળવાનું
સ્વને   ભૂંસીને   શિર   નમાવતાં  ઈશ્વરે  ચાંદલા   કર્યા

ને   ચાલ   વાદળની  ક્યારની   સૂર્ય   સંતાડવાની   છે
‘ચાતક’ જો વાદળની મથામણથી સભર વરસતાં  કર્યા

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *