મોભનો ઉંબરો ઓંળગ્યો ને પગલાં પોંખતા રહ્યા ,મુકુલ દવે “ચાતક”

મોભ ને  ઉંબરો  ઓળંગ્યો   ને   પગલાં  પોંખતા  રહ્યા ,
વ્યથાથી   અમે   બીડ્યાં    દ્વાર,   સતત   ઝૂરતા   રહ્યા ,

ફળિયામાં  અજંપાના વૃક્ષ પર  ‘કુહુ  કુહુ’  કોયલ  ટહુકે ,
ઘનઘોર   વાદળમાં   તારું    સરનામું   શોધતા    રહ્યા ,

કાળના    નિસાસાના    દરિયામાં   ડૂબકીઓ   મારીને  ,
ઝંખનામાં    તારા     નામનું    મોતી    ગોતતા   રહ્યા ,

સપનાંની  શૂન્યતામાં તારો  પગરવ  શેરીમાં પડઘાય ,
કાન    અકબંધ   ધરી   ઊંચે    શ્વાસે    તરફડતા   રહ્યા ,

સમજણના છળમાં સાત જન્મોનો કેવો મળ્યો  હિસાબ ,
અટકળમાં   ખોળો    પાથરી    જન્મારો   ખૂંદતા   રહ્યા ,

ખાલીપો  દરિયામાં  ડૂબ્યો  નહીં, પહોંચ્યો  નહીં કિનારે ,
ઘટનાના   પગેરું   બુદ  બુદ  થઈ   સળવળતા     રહ્યા

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*