” મૌન ” તુટશે સદા ગણગણાટ થઈ જશે
માનવ જાગશે ખળભળાટ થઈ જશે .
” હું ” ને ” તું ” નો,સરવાળો ક્યાંથી થશે ,
માનવ અહમની બાદબાકી થઇ જશે .
મૌન ધર્યું તેથી કાયનાથે સદીઓંથી ,
તે તુટશે તે સમયે ,ધરતીકંપ થઈ જશે .
ફાટશે, જવાળાઓ મોઝાઓ ઊછળશે ,
માનવ જાતની બાદબાકી થઈ જશે .
મૌન” ચાતક ” ધરી માંડજે મિટ ગગને
બેચાર અમી છાંટ માટે વાદળા થઈ જશે