રામની  હથેળીના  સ્પર્શથી  અહલ્યાના પથ્થર  સુધી  જા
પથ્થરની કણ કણ વસતી  શ્રદ્ધામાં  તું એ ઈશ્વર  સુધી જા

જ્યાં  એક  માણસ  ઝાંઝવાને  પ્યાસ  રૂપે   તરસ્યો  હોય
મૃગજળના  ધખતાં રણને છોડીને તું પણ સાગર  સુધી જા

તારા  વિસ્તરતા  સાત  પગલાંમાંય  ઘર  અકબંધ  છે  હજુ
ઋણાનુંબંધ  સાંકળના  સંદર્ભે  જન્મના  જીવતર સુધી  જા

સાગર    સમેટીશું    કહેતા   જે    હતા   એ   લોક   અમને
અટકી સ્મશાને  પ્હોંચ્યા , છળની  સભર  ભંવર  સુધી  જા

મુઠ્ઠીને  બંધ  રાખી  જીવન  મેં રાતદિન મિથ્યા જીવ્યા કર્યું
રહસ્યો   સમયના   બંધ   મુઠ્ઠીમાં   લઈ   સિકંદર સુધી  જા

મુકુલ દવે ‘ચાતક ‘

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *