રૂપિયો   ઉછાળ્યો   જુગારની   જેમ  શું   વીત્યું  પૂછો  નહીં
શકુનિના  ફેંકેલા  પાસામાં  કૃષ્ણને   શું   સૂજ્યું  પૂછો  નહીં

આમ  મેં  જળ  હાથમાં  લઇને  વચન  તો  આપવાનું  કહ્યું
એને મહાભારતની કથાના મર્મમાં એવું શું ડંખ્યું પૂછો નહીં

હ્ર્દય  કેરી  તૃષ્ણામાં  વાંસળી  ફૂંકે  કૃષ્ણ,  છે  બ્રહ્માંડ રાધા
કૃષ્ણની  મુરલીના  સૂરોએ  ગહનમાં  શું  ઘુંટયું  પૂછો  નહીં

બંધ મુઠી ક્યાં  લગી રાખી શકું,  લ્યો  બહાર અંગૂઠો રાખ્યો
ગુરૂ દક્ષિણામાં એકલવ્યની યાતનામાં શું  છ્ળ્યું પૂછો નહીં

હદ  કરી  દિવાનગીમાં  પ્રેમ  કાજે   ભાર  પથ્થરનો   કર્યો
દમકતાં આરસ અંદર મુમતાઝને જાણે શું નડ્યું પૂછો નહીં

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *