બઝારમાં   લાગણી      વેંચી    કાઢી   છે ,
ઠંડુગાર  લોહી  છે  ને  વચ્ચે વ્યાપારી છે .
અશ્રુ ને   આંખને  હંમેશ  સબંધ  ક્યાં   છે ,
ઉથલપાથ  શ્વાસની અવિરત ઉચકેલી છે .
દિલાસામાં  ફંફોસાયેલી    ઉસ્મા પણ  છે ,
જનાર  ફોટામાં   સ્મરણ  રેખા કોતરી  છે .
વિવશ હદય ના વલોપાતમાં આઘાત છે ,
ફફડતો     પ્રાણ    પંખી    વ્યવહારી    છે .
 ક્યા       સોદાનો   મોત   હિસ્સેદારી   છે ,
 જિન્દગીનો એટલે “ચાતક” આભારી  છે .
ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *