લોકો    કહે    છે   નશો   નીતરે    છે   મદીરામાં ,
હું  પણ તાસીર  જોઉં , મને   નશો થઇ  ગયો છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક   હરકત  કરું છું
એક   આદમી   ફરી  નશામાં મસ્ત થઈ ગયો છે .
ઝૂમતી  છલકતી   આવે છે  છલકતા પ્યાલામાં ,
હું પણ  છળ  જોઉં  મને    નશો   થઇ  ગયો   છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક હરકત કરું   છું
એક   આદમી ફરી નશામાં મસ્ત થઈ   ગયો  છે.

રેખાઓ   ખેચું   છું , ભુંસાઈ  જાય  છે તકદીરમાં ,
હું  પણ ઈલ્ઝામ  જોઉં , મને  નશો થઇ ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ ,  એક    હરકત   કરું   છું
એક   આદમી  ફરી  નશામાં મસ્ત થઈ  ગયો છે.

ભ્રમમાં  જીવી  રહ્યો   છું   આ   ભરી   મહેફિલમાં ,
હું પણ  તમાશો  જોઉં , મને  નશો  થઇ  ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ , હું  એક  હરકત  કરું    છું
એક  આદમી ફરી  નશામાં  મસ્ત થઈ   ગયો  છે.

નીકળ્યો  નથી   એ  પછી    હું   તારા    નગરમાં ,
હું  પણ જમાનાને જોઉં ,મને  નશો  થઇ ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક   હરકત  કરું   છું
એક  આદમી  ફરી  નશામાં મસ્ત   થઈ  ગયો  છે.

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *