વરસ્યાં  એ  સ્હેજ  એને ખુદ  અમે  શ્રાવણ ગણી બેઠા
રોજ  છાયા આમ  આવે ,સ્વપ્નાનાં કિલ્લા ચણી બેઠા

લાખ ‘ઘા’ તો આમ સુકાયા પ્રયત્નોને કર્યા  પછી પણ
ને   છતાં   એ   ધાર  કાઢી  પાછા આવ્યા  ખણી  બેઠા

જોઈ કામણ આંખનું  શું  પ્રેમ  હશે  એવી રમતમાં તો
તેમને   વધુ   ચાહવામાં   લાગણીઓને   વણી  બેઠા

આપની આ  આંખમાં  દીવાનગીના  પ્રતિબીંબ  જોઉં
ત્યાંજ  આંખોના સમજદાર  અશ્વો  તો  હણહણી  બેઠા

ભૂતકાળની એ  તબાહીનો ન’હતો  અંદાજ વિગતોનો
આજ એ હિસાબ આપતાં  જિંદગીના ઘાવ ગણી બેઠા

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *