વહેતા  આંસુ  પીવાના,નહી   તો   હોય    શું ?
 લોહીની   જ  ખારાશ  નહી    તો     હોય   શું ?,      
ચાખી  ચાખી     ખવડાવ્યા   બોર   શબરીએ 
પ્રેમ સાબિત   કરવાનો  ,નહી  તો   હોય    શું ?
ધોબી      રામરાજમાં       એલફેલ     બોલ્યો  
ઘેરાયેલો માનવ સમાજથી નહી તો હોય   શું ? 
રાવણને     દશ -દિશાનું      અભિમાન    હતું    
” હે – રામ ”  જ  બોલવાનો ,નહી તો  હોય શું ?
“ચાતક ” અર્થ  શું    ફેરાને  સાબિત  કરવાનો 
 ચાર -પાંચ બુંદ  તરસવાનું ,નહી તો હોય શું ?
ચાતક ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *