વાત કરું કરું ને એ અદાકારીથી ટોળામાં ખોવાઈ ગયાં ,ચાતક

વાત   કરું  કરું,   ને  એ   અદાકારીથી    ટોળામાં ખોવાઈ  ગયા ,
કેટલી   વળગણોની  શક્યતાઓ   સાથે  એ  ખુદ સંતાઈ  ગયા ,

પ્રેમથી     એણે    દીધું   ઈજન    ને    વીંધીને    વીંધતાં   ગયાં ,,
સમયના  સ્મરણના  પિંડમાં   આખેઆખા  અમે  પીંખાઇ  ગયાં ,

‘ચાલ, આવજે’   કહીને  એમની ઓળખ  પણ  એવી  રીતે  થઈ ,
ફાયદો ફકત એ જ થયો કે હ્ર્દયમાં કેટલાં ઝેર વલોવાઈ  ગયા ,

હ્ર્દયની    ભીતર    જાણે    એ    ખુદ   એવી    રીતે     વિસ્તર્યા  ,
મારા    ‘હું’ ને      સ્વયમમાંથી    ધીરે     ધીરે    દફનાઈ    ગયા ,

રહસ્યો   પણ    એમણે      જિંદગીનાં    એવી    રીતે     ઊકેલ્યાં ,
જીવનની     શતરંજના     દરેક    પાસા    અંતે   હોમાઈ    ગયા ,

આવીને    અંતે   એવી   તલબથી   રડ્યાં    મારી  મઝાર   ઉપર ,
“ચાતક”  તેથી  તારા  જીવનનાં  દરેક પાપ  અંતે  ધોવાઇ  ગયા

મુકુલ દવે “ચાતક”
Immunity Fitness Sports

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*