વીતી પળોના એ સ્મરણમાં ,દાળ પરથી પાંદડું કરગર્યું હશે ,મુકુલ દવે ‘ચાતક’

વીતી  પળોના  એ  સ્મરણમાં ,  ડાળ પરથી  પાંદડું કરગર્યું   હશે
ને  એટલે  તો  કોઈ  અણધાર્યું,  વસંતમાં  ખીલતું  ફૂલ  ખર્યું  હશે ,

ત્યાં  મૌન  પડઘાતું  રહે  તેથી અભાનતામાં જગાડી જ્વાળા હતી ,
એને  અગનમાં  દેહ  તપતો  રાખી  ને  પણ  હુંફ નું કામ કર્યું  હશે ,

એ સ્પર્શના કૈં ઝળઝળિયાં ન્હોતાં,વર્ષાના વાદળાં  ધોધમાર હતાં ,
સાનિધ્યના ઉન્માદમાં  છલકાઈ, જળમાં ગુલમહોર તો  તર્યું  હશે ,

ને  એ  પછી આ  જિંદગીમાં પ્યાસ, સાચી કોઈ  લઈ  આવ્યું   હશે ,
ત્યાં   એટલે   તો   મૃગજળ  તળે   પ્યાલું   છલોછલ    ધર્યું    હશે ,

જીવી  શકે  કેવી  રીતે  ‘ચાતક’ તરસતાં વાદળાંના સ્મરણ  વગર ,
આંખે  વર્ષા  હેલી  છે  ને  કઇ  રીત થી  પાંપણેજ  મટકું  ભર્યું  હશે

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*