વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,ચાતક

વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,
સ્નેહ  થી  ભર્યા  હ્રદય  ની  ફોરમ  જતી  રહી .

સંગ્રેલા  અરમાનો   સિંચી  સિંચી  મોટા  કર્યા ,
આજે  સ્નેહના શ્વ।સો  ની  ભીનાશ  જતી  રહી .

ઉભા હતા ત્યાં રસ્તા  ની દિશા બદલાઈ  ગઈ ,
સમયે  જ્યાં પહોંચવું  હતું  મંઝીલ  જતી રહી .

ઝળહળ લાગણીના  સોદા  ની  આપ લે  થઈ ,
સ્નેહના સ્મશાનો સળગ્યા ને  રાખ જતી  રહી .

અરમાનો , લાગણી, ની  લાશ  ક્યાં  બાળીશું,
“ચાતક”  માનવતા  ની   જમાત  જતી   રહી .

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*