શતરંજના દાવ ને ચાલના મ્હોરા પ્હેરી જીવન ને આ રીતે જાગવું પડતું હશે ,”ચાતક” મુકુલ દવે

શતરંજના દાવ ને ચાલના મ્હોરાં  પ્હેરી જીવનને  આ રીતે જાગવું પડતું  હશે ,
આખી બાજી જીતવાની માવજતમાં  જીવનને આ રીતે શણગારવું  પડતું  હશે ,

એમનું  મળવું   ને  છૂટા  પડવું  એવા  જીવનના  ઉઝરડાને  શું  કહેવાતું   હશે ?,
દિનરાત  આને   જ   કહેતા  હશે  જીવનને  આ  રીતે  અજવાળવું   પડતું  હશે ,

ખોવાયું  શું  હતું  જીવનની ભરચક ભીડમાં  એ  ખબર  નહીં  હોવા  છતાં  પણ ,
એના  દ્વાર   સતત  ખખડાવ્યા   કરી   જીવનને  આ   રીતે  હાંફવું  પડતું   હશે,

રાહ્ગીરે   નડતા  પથ્થરને  માર્ગના    તળિયેથી  ઉઠાવી   દૂર    કર્યો    કિન્તુ ,
પથ્થર  ઈશ્વર  થઈ  બેઠો,  ઈશ્વરના  જીવનને આ  રીતે  પુજાવવું   પડતું  હશે ,

કૈક  અવઢવ  પ્રશ્નોના  જવાબો નહીં  મળતાં  આ ઘાટે અહી ઉપાડી લાવ્યા હશે ,
“ચાતક” સ્વર્ગ નરકની લાલસામાં કબરમાં જીવનને આ રીતે ઢાળવું પડતું હશે,

“ચાતક” મુકુલ દવે

  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*