શબ્દો થયા જખ્મી ક્યાંક બે ચાર તું એ જોડ નહીં તો તોડ બે ,મુકુલ દવે ‘ચાતક’

શબ્દો  થયા  જખ્મી  ક્યાંક  બે ચાર તું એ જોડ નહીં તો તોડ   બે ,
ને  લાગણી  ઘાયલ  થઇ  બે  ચાર તું  એ  જોડ  નહીં તો તોડ બે ,

મારી  હથેળીની  કથા  તો  ધગધગે  છે, તુ  જ ખોતર  નખ   વડે ,
ફૂટશે  અરીસો  ખુદનો  બે  ચાર  તું  એ  જોડ  નહીં  તો  તોડ  બે ,

ટોળેવળી   ને   મંદિરે  માણસ  દુવા  માંગે  ખુદા  પાસે   અનંત ,
આજીજી કરી ઇશ્વર ની મૂર્તિ બે ચાર તું એ જોડ નહીં તો તોડ  બે ,

માટીનું  તું  છે  પૂતળું  સંસાર  સકળમાં ,ને ભલા બે રૂપ છે જ્યાં ,
ભીતરના કિરદાર ને ક્યાંક  બે ચાર તું  એ જોડ નહીં તો તોડ બે ,

‘ચાતક’ તરસ તો નામની જ્યાં બંધ હોય છે બારણાં  અનરાધારે,
ને  આભની  તરસી  તરડ  બે ચાર  તું  એ જોડ નહીં તો તોડ  બે ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*