શરતોના    સોદાના   વ્યવહાર     ના    કર ,
હ્રદયની   લાગણીના     વ્યાપાર   ના    કર ,

મહોબ્બત ખુદાની પયંબરી ને ઈબાદત  છે ,
તેનાં     તું     ચારેકોર    બજાર     ના    કર ,

તું  જ  મહોબ્બત,પયગમ્બર  ને  ઈશ્વર પણ ,
શ્રદ્ધાના  નામે   પથ્થરના  આકાર   ના   કર ,

જીવતરના  રઝળપાટનાં પંખી  ઝૂર્યા    કરે ,
પરભવના    લેણદેણની  તકરાર   ના   કર ,

ઠલવાતાં  જાય આંસુ આંખોના    તળાવમાં ,
મ્હાત કર  કરામતથી,અશ્રુનો  ભાર  ના  કર ,

મળે માટીપગા માણસો છબછબિયાં  કરતા ,
સભાઓ  ભરી અટકળના ગુણાકાર  ના  કર ,

પ્રારબ્ધના  આશીવૅાદ અભિશાપ બન્યા હશે ,
“ચાતક”  તરસ   માટેના    ઉપચાર  ના  કર

મુકુલ દવે “ચાતક”
Immunity Fitness Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *