શું ઝૂલ્ફોંનીયે હવા અથડાશે આ ઝંઝાવાતમાં ?
જામનો છે માર, હવા છે તેજ અંધારી રાતમાં
તું મ્હેંકતીતી સતત સૌ બાગબાની જેમ ને
મૂર્ખ થઈને હું ગયો માળીને મળવા બાગમાં
ચાંદ છે નહીં ને છતાં શીતળતા છે ચારેબાજુ
કોણ આવીને બેઠું છે અજ્વાસતી પરસાળમાં
એમને હક છે જ પીવાનો ભલે પીતા રહે
હું છું ખાલીપાના અલૌકિક એક તીર્થધામમાં
તું વ્હેંચે તો છે દરેકને શ્રધ્ધાનો પ્રસાદયે
આસ્થાનો પણ તું ઉમેરો કર મારી સારવારમાં
મુકુલ દવે ‘ચાતક ‘

