શું    હતું   કારણ   એનામાં   કે   પ્યા લો    જામનો    છટકી    ગયો
બસ   ખુદાની   મહેર  થઈ,  પ્યાસ  પીતો  પીતો   હું  અટકી   ગયો

જિંદગીની    ઠોકરો    પર    ઠોકરો   ખાતા   પથ્થર   હાથે    લાગ્યો
પથ્થરમાં   એવું   શું   હતું   કે   એની  ઈબાદતમાં  હું   ભટકી  ગયો

દુનિયાના   લોક   પણ  જુઓ  ખભા  પર  હાથ  પણ  ના  મૂકવા  દે
આજ  જુઓ  તો  ખભાનો  બસ  સહારો  લઈ  હું  પણ  લથડી  ગયો

મારા અસ્તિત્વની  આસ્થા પર લોકોએ શંકાપણ અચાનક કરી હતી
હું   ઝરણાં,  સાગર , નદીના  વ્યવહારની  રીત   પણ  શીખી   ગયો

છેવટે    તો    દુનિયાનો    સૌંદર્ય    બાજુ    લગાવ    બસ     જોઈને
હું   સ્વજનની   લાશ   પર   ગુલાબ   મૂકી   સુંદરતામાં  ડૂબી  ગયો

મુકુલ દવે ‘ચાતક’
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *