યુગોથી    શોધું   છું    રેખા    હથેળીમાં       નથી     મળતી ,              
મુકદરના  ખુદ વિસામાંની સદા   તપસીલ   નથી   મળતી .
જયારથી  જગતના  કળયુગમાં આવ્યા   કયામત  નથી    

શુકન મળે એવી અવનિ પર જગ્યા અવિરત નથી   મળતી
જીવનમાં પળેપળ ચકચૂર થઈ  ગયા તમારી   સુંદરતામાં
સુરાહીમાં તરબતર નશાની અલોકિક  અસર  નથી મળતી .
,                                                
ગુનાઓ  ને  તપ  ઘણા કર્યા  છે તને   ચોતરફ    પામવામાં       
ઝંઝોળી   આત્માને   કાઢે   એવી   તજવીજ   નથી   મળતી .
ઘણા  દુઃખ દર્દના    મળ્યા    રસ્તાઓં   સદા    ઉપચારોમાં ,            
અનંત આરાધનાની  કોઈ  સતત   તદબીર   નથી   મળતી .
લખીને   શું  નામ કરશો  સદા   શિલાલેખ.  ઉપર  તકતીમાં
હ્રદયમાંમાં  કોતરેલાનામ  ના   હોય   દુવા   નથી    મળતી .
બ્યુગલ    મારે    અવિરત  ફૂકવું   કેવી   રીતે    બગાવતમાં
યુગમાં શાને કાજે “ચાતક”   જીવવું તરકીબ  નથી    મળતી

શબ્દો = તપસીલ=હકીકત તજવીજ= ગોઠવણ 

તદબીર=ઈલાજ -દવા  તરકીબ=યુક્તિ     

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *