શ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે ,મુકુલ દવે ‘ચાતક ‘

શ્રધ્ધા    કેરું    શબ્દનું    પર્યાય     રણ    વિસ્તરે     છે 

ને   મને   કોઈ   નસીબનું    નામ    લઈને   છેતરે    છે 
તુજ  સ્પર્શથી   ફક્ત  સાચું  ખોટું  નક્કી  હું  ક રી શકું 
નહીંતો   મારી  આંખ  ખુદ  મારા  રસ્તાને  આંતરે  છે 
એણે  બનાવ્યું  છે  મકાન  પેલે  કિનારે  ને હું આ પાર 
આજ  મારી  હોડી  હલેસાં  વિના સતત તો કરગરે  છે 
આંખમાં   ભીનાશનો   વિસ્તાર   લઈને    નીકળ્યાતાં 
તારા શહેરનો શિરસ્તો એવો,લોહીની ખારાશ મરે છે 
સાત   જન્મના  ધુમમ્સ  પાછળ  હમેંશા  તું  જ  છે  ને 
બસ   તને   મળવા  જ   કેરું   સ્વપ્ન્ન  યુગોથી  સરે  છે 
મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*