શ્વાસની કૈ ગૂંચ ઉકેલતાં ,લિપિ કળાશે તો જઈશ ક્યાં ,મુકુલ દવે ‘ચાતક’

શ્વાસની    કૈ ગૂંચ    ઉકેલતાં ,   લિપિ    કળાશે   તો  જઈશ  ક્યાં ,
શ્વાસની વધઘટ જ વંચાઈ જતાં ,ઈશ્વર અકળાશે તો જઈશ ક્યાં ,

કૈં  વૃક્ષ  એ   પાનખરનો  મૂળ  પ્રશ્ન  રસ્તે  દરેક  માળા ને કર્યો ,
ઉગશે  કે  છેદશે  એ   ભેદમાં  ડાળી  પીંખાશે   તો   જઈશ  ક્યાં ,

ખૂબસૂરત  ચમકતું   ને   દમકતું    એ   કેદનું   જોવાં  દે પીંજરું ,
દ્વાર  તૂટે  જૂઠ  સચના  ખેલમાં ,  ઊડી  જવાશે  તો  જઈશ  ક્યાં ,

દીપનો  એ  મોજ  ઉત્સવ  ઉજવે એ પર્યાય ધારવાની  વાત છે ,
દીપ કૈ ભીતર તો બળે છે શ્વાસ પિંડનો જો ફૂંકાશે તો જઈશ ક્યાં ,

આભ  સુધી તો નજર  ‘ચાતક’ ગઈ એના સ્મરણની  ભીનાશમાં ,
તું ઉતારી જિંદગી નો ભાર,અવસરના અજવાસે તો જઈશ ક્યાં ,.

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*