શ્વાસ થોભો, તેલ દીવામાં નથી ખૂટ્યું એ તાપણ ને શું કહું,મુકુલ દવે ‘ચાતક’

શ્વાસ  થોભો, તેલ દીવામાં નથી ખૂટ્યું એ તાપણ ને શું કહું,
વાટ  ધીમી  બળે  છે  આમ જીવતર તેજ તારણ  ને શું કહું ,

એ મિલન ઉત્સવે થઇ ભેગી નદીઓ,ને બન્યો દરિયો અહીં ,
ને  મિલનમાં  ઘૂઘવે છે  મોજ, એ કાંઠાના કામણ  ને શું કહું ,

લાગણીના   તરજુમાંને  ત્રાજવામાં  તેં   કરી  નાખ્યો  ભલે ,
આમ હૃદય ને નયન સુધી ઝબોળી એ જ પાંપણ  ને શું કહું ,

ઊંચકીશ  તું  કેટલા  પરદા, હવે  ભેદ  ભરમોના મંચ   પર ,
કોક દરમ્યાન ભીંતો તો ચણે આયનાના આવરણ ને શું કહું ,

દૂર  લગ  દેખાય  કોરા આભમાં પાણી નથી  ‘ચાતક’ શું એ ,
છેક  કોરી  આંખમાં  એકાદ  ટીપું ભીનું મળે ક્ષણ  ને  શું કહું ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*