સમયની   ચાલમાં   ડોસો  બેસી  બાંકડે  ખુદને  પણ  છેતર્યા  કરતો’  તો ,
પરોઢિયે,   બપોરે  ને   ખુદ  સાંજે   સમયના  શ્વાસને  ખોતર્યા  કરતો’ તો ,  ,

જીવનના પંથમાં વરસો  વિતાવ્યાં, ભ્રમિત  રઝળપાટમાં   તરસ્યા  રહ્યા ,
હજીપણ    કમબખ્ત  માયાની  ચાદર વણી    હંમેશ  વેતર્યા    કરતો’ તો ,

દરેક નિયમો નેવે મૂક્યાતા ઊજવવા તમાશાઓ જીવતરમાં તે છતાં પણ ,
કઈ  પ્રતીક્ષાને  બહાને   ખુદ   એ    પણ    ભૂતકાળ   નોતર્યા   કરતો’ તો ,

સફર ને કાફલાની સૌં પળોજણની છેલ્લે  સમજણ  પડાવના અંતમાં પણ ,
નવા   ઘરમાં   જવા  એ  પ્રતીક્ષાના  પથ્થ્રરો   ખડકી   છેતર્યા  કરતો’ તો ,

ગરિમા  તો  એમાં ખુદ હોય  છે  “ચાતક” કે સૂર્ય ઊગે ને આથમે દમામથી ,
જીવનના  ઉત્સવોના   મહોત્સવને   પણ  બેઠો  બેઠો  જોતર્યા    કરતો’ તો ,

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *