સમય ભલેને રેતીની માફક સરકતો જાય ,ચાતક

સમય અવિરત  ભલે  રેતીની માફક સરકે  પકડી રાખજે ,
,અનાહત માવજત થી પળ પછી પળને તું પકડી રાખજે
,                                                                 
અવિરત  તું    મને  તારી  સાથે   ભીતર   સમેટી  રાખજે ,
સદા   તું    કાતિલ   ઝેર   બને   છતાં   મને   પીવડાવજે .
સદીઓથી      હું     સંભારણાના      ડૂસકાં       ભરું      છું ,
તરસતી      ભવભવોની    વ્યથાની    તરસ    છીપાવજે.     
મધુશાલા    દિલબર    મારા   ઘરેથી    સદા   પાસે   પડે ,
દુઆ  બસ  એજ  આખર   બનીને  સાકી  તું  મને  તારજે 
રૂપાળો    ચાંલ્લો    ઝળહળ    ચંદ્રમાં   સમો  થઈ   શોભે
તું    વિસ્તરતો  સવારે   પારદર્શી  સુરજ   બની  આવજે .
તું    ના   હોવાપણાના   ભારામાંની    અટકળને   તોડજે ,
બંધન   તોડી    મુકતયાત્રી  બનીને  સદા  તું   બીર્દાવજે
જન્મો જન્મ ની વણઝાર ની પીડા ને અંતે  તું રોકીશ નહિ ,
ઝરણા જેવી ખળખળ નિર્દોષ બાળક  તું  બનીને  આવજે .
ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*