સાવ ખાલી હાથથી સંબંધ સેતુ બાંધવાની વાત છે ,મુકુલ દવે ‘ચાતક ‘

સાવ   ખાલી   હાથથી   સંબંધ   સેતુ બાંધવાની વાત  છે ,
નાવને   વિશ્વાસના   કિનારે   હાંકી   લાવવાની  વાત  છે ,

શ્વસતા  ટોળાં  ઉભાતાં  તોય  સ્પર્શીને  ગળી ગઇતી હવા ,
ભીંત  પર  ફોટાના  માણસને  ફરી  ઉઠાડવાની  વાત   છે ,

અંધકારે   સૂર્ય   ને  ચન્દ્રના  ચાકડે   જિંદગી   ગુજારી   છે ,
ખુદનાં  અંધકારમાં  દીવો  કરી  અજવાળવાની   વાત  છે ,

શોખ  છે ફૂ લને  અત્તર થઈને મલાજો રાખવો છે  મોતનો ,
ને   મ્હેંકની   કેફિયતથી   ઈશ્વરને  દીપાવવાની   વાત  છે ,

જોયું  ઊંડે  આપણે  કોઈ  દરિયો  કે  ક્યાં  નદી બનવું  હતું ,
બસ તળાવ થઈને નદી બાજુજ ઝરણાં વાળવાની વાત છે ,

કેટલાંયે   છેદ  છે  શ્વાસોના  ને  ધબકાર  આજે   સ્તબ્ધ  છે
શ્વાસની  ભાષા જ  અથડાય  શ્વાસમાં  ઉકેલવાની  વાત  છે ,

મુકુલ દવે ‘ચાતક ‘

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*