સાવ છૂટી એ તરસ સામે તરસ ને ધરી ,મુકુલ દવે ‘ચાતક’

સાવ   છૂટી   એ   તરસ   સામે  તરસ ને ધરી ,
પિંડના  માટી   ઘડામાં   પણ મમત  ને  ભરી ,

કાચના  વાસણ   ઉપર   ખીલી  ને  ઠોકી જરી ,
મન   ઉલેચી    વાતને    મેં   કાંનમાં   સંઘરી ,

બહાર બળતી આગ ભડભડતી  અમે  નોતરી ,
એજ     ભીતરના   ધુમાડાંની   છે    કારીગરી ,

આપણાં  હોવાપણામાં   વણગણો  તો   મળી ,
પ્રીતના   સંવાદ   કરતાં   સ્પર્શ    એ   છેતરી ,

છે  રમત  વરસાદની  વાદળ  હજી  ના ગયાં ,
ને લડત ‘ચાતક’ છે જળ ની ચાલ લાંબી કરી ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*