સુરાલયેથી   ઈશ્વરી   વેશમાં    ફકીરીના  ઉદ્ભવ   નીકળે
ને      મંદિરેથી     શ્રદ્ધા    અંધશ્રદ્ધાના    પગરવ     નીકળે

ખોવાઈ  જાય  ટોળે  શંકાના નામે મીરાં જયારે  ને  જયારે
પૂછો   શ્રદ્ધાને   ‘ઝેર  પીધા  તેં  એ  પળમાં  માધવ  નીકળે

બસ  ભટકતા  મેં જિંદગીમાં  તીર્થ  ને દેવાલય જોયા ઘણા
ઘરે આવતા ‘માં ‘ના ચરણે તીર્થો ને દેવાલયના ભવ નીકળે

જો   અમસ્તું   કોઈ  તને   પૂછે   તૃપ્તિ   છે  કે  કાયમ તરસ
દીવાનગીનું  રૂપ  છે  એના  નામે  દરેકના  સંભવ  નીકળે

રઝળીને ભટકીને ગયો તો છું હું મારામાં, તારાથી દૂર થઈ
ઉઘાડીશ  તું  એ  દ્વાર  પ્રતીક્ષાના  એ  ભ્રમો સાવ  નીકળે

મુકુલ દવે ‘ચાતક
Scott International Men’s Regular Fit T-Shirt (Pack of 3)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *