સ્મરણનું કોડિયું ખૂણે મૂકી ગયો ઉજાસ એ ભુલાતો નથી ,મુકુલ દવે ‘ચાતક’

સ્મરણનું   કોડિયું   ખૂણે   મૂકી  ગયો  ઉજાસ  એ  ભુલાતો નથી
ને  ફૂંક  મારુ  છું  હવામાં  ધારણાનો દીવો  તો ઓલવાતો નથી ,

રાત્રી  થતાં  મારાજ  સાથી  કઇ  પગદંડી  ભણી  નીકળી  ગયાં ,
નાહક  સગડ ધરબાઈ  ગ્યાં ને માર્ગ નો ભેદ તો પરખાતો નથી ,

ચાલે છે થનગનતાં શ્વાસો ત્યાં સુધી ના એજ છળતાં માર્ગે છું ને ,
એનો  મને  તારા  વગર  કોઈ અહીંયા પર્યાય તો  દેખાતો નથી ,

સૂરજ  ઉગ્યો  ને  ઝંખનામાં  વૃક્ષની  ડાળીથી પંખી  ઊડી  ગયાં ,
ચૂલો   જલાવવા   ડાળના   ઠૂંઠા   વગર   રોટલો  શેકાતો  નથી ,

ભીતર   પ્રગટાવી  ને   એ  પછી   અજવાળવાની  તો   વાત  છે ,
‘ચાતક’ અનંત  અઘરી સફરમાં કોઈ રસ્તો ભીડમાં મળતો નથી ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*