સ્વયં  રડે   જો  હૃદય  આંસુ   નયનમાં  હોતાં  નથી ,
તોફાની  મોજાંના   વહેણ   બેચાર માં   હોતાં   નથી ,

સૂરજ  નું  ઊગવું  ને એમ  ઢળવું સાંજનું  હંમેશ  રહે ,
માનવ  જ  કાલના  આજમાં એકમેક માં  હોતાં નથી ,

હે  ગુલબદન  મારું  બદન  ભળશે તત્વો ના બીજમાં ,
શોધીશ   ખુદ  તારા  ચરણ  સ્મશાનમાં  હોતાં  નથી ,

મારો    ટકોરા   ખખડતો   અંદર   અધીરો   હોય   છે
તારા   શહેર માં   માનવી   આબાદમાં   હોતાં   નથી ,

ફૂલો    ચમનમાં   પ્યાસથી  ઝૂરે   ઝુરાપા માં  અહીં ,
જાજમ   મહીં   ઝાકળ  છતાં ખેરાત માં  હોતાં  નથી ,

મુકુલ દવે “ચાતક “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *