સ્હેજ  તરસે  જાતને  પણ  રણ  ગણી આંબી  ગયા
ઊંટની   પણ   ઝાંઝવા  રણમાં  તરસને   પી  ગયા

જીવતા   ને   જાગતા   સંબંધ   સગળાં  કર્યા  દફન
ખુદ   કબર   ઉપર   જઈ   સંભારણે   પલળી  ગયા

એક  ફૂટી  કોડી  આમ  એ  હિસાબમાં  છોડે નહીં
શ્વાસ   ચૂક્યાં  પ્રભુ  પાસે  ક્ષણ  માંગી  ભૂલી  ગયા

રોજ   શોધ્યા   એ   કરે   મળતું   રહે   છે  દર્દ પણ
ને    ઉપાડ્યાં   શ્રદ્ધા   નામે   ચરણ    થંભી   ગયા

લોક    સ્મશાને    ઉઘાડો    છોગ    મૂકીને     ગયા
હીબકે લોકો ચઢ્યાં તૃષાના આવરણ ઊઘડી ગયા

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *