હંસલો     નિજ    સ્નાન    કોઈ    પ્રેમ    સરોવરમાં    કરે ,
ના     રહે    પ્રણય    બિંદુ   સરકતું   રહે   નિજ   પાંખથી .

સર્જન    હારે   બનાવી   પંખ   કટારી  નિજ થી   જુદું  કરે,
સર્જન   કેવું  સર્જનહાર નું  પ્રણય  દફન  કરે મુજ  દેહથી .

કર્યો     છે      ક્રુ ર     ઘા     કુદરતે      સૌદર્ય       બક્ષીને ,
જ્યાં   પ્રણય ના    મળે    ત્યાં   ખરે   છે    સૌદર્ય   દેહથી

ભરખી  ગઈ  છે  પ્રણય  દફન થી    દિલની   લાગણીઓ ,
વાહ!      ખુદા  કરી   છે     ક્રૂર  મઝાક   સૌદર્ય   ફરેબથી.

સૌદર્ય    આપી  પ્રણય   વિરહથી  કોરી   કરે   જિંદગી ને ,
“ચાતક” શ્વાસને વેતરી ગયા બનાવી સાધન મુજ દેહથી.

ચાતક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *