હજી  હોઠે   જામ  અડ્યો  ને  આખો   જામ  પીવાઈ  ગયો ,
તરસતો આવ્યો ને  પ્યાસની તરસ પીને વિખરાઈ  ગયો ,

છલોછલ  જામ  સાથે  તરસ લઈ  એ માણસ ફરતો  રહ્યો ,
સ્વયંના  રઝળતા  ટૂકડા   ભેગા  કરવામાં  ખોવાઈ  ગયો ,

મારકણાં નયન ને ગોરા ગાલના તલની દીવાનગી જોઈ ,
ને   એના   કેફમાં   સુરાની   એક   બુંદથી   ધરાઈ    ગયો ,

તરસ જાણીને નજર મિલાવી એમણે તરસ વધારી  દીધી ,
એમની  આંખમાં  સમાયેલા  મયકદામાં  અટવાઈ  ગયો ,

જામ ભરતો  રહ્યો  મિલન  ને   વિરહમાં ને  તરસતો  રહ્યો ,
“ચાતક”  અંધકાર  વધતો  રહ્યો   ને   ચાંદ  સંતાઈ   ગયો ,

મુકુલ દવે “ચાતક”
Top 50 Beauty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *