હતી જે તરસ ભવોભવની , ક્યાં છિપાવવાની છે , !ચાતક ..

હતી  જે તરસ  ભવોભવની  ક્યાં  છિપાવવાની છે તમારી રીત કેવી ન્યારી છે !
સદા  દોરી   ગયા    સમુન્દ્રના    કિનારે,    તમારી    રીત   કેવી    ન્યારી    છે !
સમુન્દ્રના      સદીઓથી    સદા   ખારા    જળ    મીઠા     ક્યાં       થવાના    છે !
સદા   દોરી   ગયા   પકડ-દાવના   સહારે ,   તમારી   રીત   કેવી   ન્યારી    છે !
જગ       જાહેર     છે      રમત    તમારી    સદા     હાથ    તાળી      આપવાની     
સદા દોરી ગયા તરસ   છિપાવા   ખોબો રાખીને , તમારી રીત કેવી ન્યારી   છે !
પકડ્યો   તો    સદા    માટે     તમારો   પાલવ    ક્યારનો     છૂટી   ગયો      છે !
સદા  દોરી ગયા   ફૂદડી   ખાતા   હવા   આપીને , તમારી રીત કેવી ન્યારી  છે !
તમારી        શેરીએ    જતા , તમારી     રાહે     સદા     આવવું       ગમે       છે !
સદા દોરી ગયા   ઝુલ્ફો   ફેલાવી   શેરી બદલીને , તમારી રીત કેવી ન્યારી છે !

ન      પામી   શકયા   કોઈ ને     દુઃખ    એ     વાતનું      ક્યાં       છે    “ચાતક”!

સદા દોરી ગયા કોઈના ન થવાની પીડા આપીને ,તમારી રીત કેવી  ન્યારી છે !
ચાતક ..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*