હરકદમે  તેં  જયારે  મને તારી પાંપણે   શણગારયો   છે
ત્યારે જિંદગીના એ ઝવેરીએ ભર બજારે અજમાવ્યો  છે

કેવી રીતે બુઝાવી  તું  શકે  અંદરના ઝળહળતા દીવાને
જેને   રાતદિન   તેં  આપણા  તોફાનમાં  પ્રગટાવ્યો   છે

મારે  જીતવું  નથી, તો  તું  કેવી  રીતથી  મુજને   હરાવે
ખુદ  મેં  સ્વયમના  યુદ્ધમાં  તો  ઈશ્વરને  અજમાવ્યો  છે

તારું  આવવું, પાછું   જવું, બસ  આંખમાં  ઉઘાડવાસ  છે
તારી  પ્રતીક્ષામાં  ક્ષણ  ક્ષણે પ્રેમ ઊંચકી  છલકાવ્યો  છે

તારું   નામ  મારા  લોહીમાં  ઝીણું  ઝીણું  કંતાઈ ગયું  છે
તું ન્હોર ભરી લે,મેં બખિયા ભરીને તો જીવ બહેલાવ્યો છે

મુકુલ દવે ‘ચાતક’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *