હરપળ    માયાવી    હરણ   લોભાવે   સીતાના    નામે ,
પ્રશ્નાર્થ   ખુદ    થઇ    કરુણા    બોલાવે   રામના   નામે,      

મારાં  અશ્રુ   ગંગાજળ  સમજી   એણે   મુઠ્ઠીમાં    લીધાં ,
નમણા  હ્રદયમાં  સમેટી  એ    શોભાવે  શિવના   નામે ,

કોણ   જાણે   અમસ્તા   બેઠા   શ્વાંસોના   સળ   ઉકેલવા ,
ક્ષણનો    જન્મારો    હાંફી    રઝળાવે    પ્રીતના    નામે ,

સીમિત  જીવનની સમજ દોડમાં પાછળ નજર કરી નહીં ,
વૃદ્ધાવસ્થાનો સમય -ઘોડો  દ્વાર ખખડાવે  છળના નામે

ભીડમાં કોણ જાણે ભૂલી ગયા ક્યા  ઘરનાં  દ્વાર  “ચાતક”.
રૂબરૂ    થઈ   મળે   નહીં,   ને   ભટકાવે   નિજના   નામે ,

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *