હું  કાંટાઓ  મહીં   જીવી  તને  કેવળ  ગુલાબોમાં   રાખું  છું ,
તમે કરમાવ  ના પતઝડ મહીં, આંસુ   મુકામોમાં  રાખું   છું ,

હવે  તો  ઝાંઝવાં  છલકે  છે આંખો ના તરસ જોઈ  હ્રદયની ,
ફરી  મૃગજળ  તરસ ગાંઠે બાંધી,  ભીના રૂમાલોમાં રાખું  છું,

નશાની  સાંજ  પડતા એ સુગંધિત તરબતર તપતી તૃષાને ,
જટામાં   ઝેર   સમેટી  ને   ગંગાજળના   પુણ્યોમાં  રાખું   છું,

સવાર   સાંજ   મારી   બંદગી  ના  દ્વાર  પર  ખુદા  શોધું  છું ,
એ   સજદામાં  ન મળતા,  હું  પહેરણને ગુનાહોમાં રાખું  છું,

‘ચાતક’ તાસીર  જો, દીવાનગીની , તાજ તડકાને   સ્પર્શ્યો  ,
સગડ  દીવાનગી  ના   શોધવા   પ્રણય  પુરાવોમાં રાખું  છું

મુકુલ દવે “ચાતક “
Top 50 Beauty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *