હું ખુદ ને જડ્યો ,ખોવાયો ને જડ્યો ,ચાતક

ખુદને  જડ્યો ,હું  ખોવાયો જડ્યો  માણસ   છે,
કમાલ છે  ઠોકરમાંથી અંતે જડ્યો માણસ   છે .

જુદો   ભીડથી   થયો    ટોળે   ફરીથી    વળ્યો
શું મેળવતો ને શું ગુમાવતો રહ્યો ,માણસ   છે .

કયાં   અથડાયો  ને  ભટકાયો  યુગ  યુગ   થી
સલામ છે તને ઉભો ફરી અંતે થયો માણસ છે .

દટાયો    સ્મરણે    કોઈના    ભરમાયો ,  અંતે
કુરુક્ષેત્ર  શાબાશ ચઢ્યો  તું  અંતે  માણસ   છે.

.
રખડ્યો  શોધમાં   એની,  સુરાલયમાં   જડ્યો
અધૂરા   જામમાંથી   છલકાયો ,   માણસ   છે

 વિવિધ   નીજ    મઝારેથી    આખરે    જડ્યો ,
ક્યાં   પી    ગયો   ઝેર  “ચાતક”   માણસ  છે.

ચાતક

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*