હું બહાર એ થી ભીતર સુધી સુવાસિત થઇ ઊઘડી શકું છું ,મુકુલ દવે ‘ચાતક’

હું  બહાર  થી   ભીતર સુધી સુવાસિત  થઇ  ઊઘડી  શકું   છું ,
તું   મને  માણ  ખુશ્બૂ  ની   જેમ   હું   ક્યારેક  ઊડી    શકું   છું ,

હસ્તરેખા   થી    મુક્ત  થા ,   છોડ   રેખાના   જંતર     તથ્યો ,
હાથ  તારો  મુજમાં  તું  સ્થાપ , હું   ઝળહળ  ઊઘડી  શકું  છું ,

શ્વસતી  ઈમારત  હતી  સદ્ધર,  દરેક  ઈંટો   છે  આજ   જર્જર ,
શૂન્ય   થઈને   મુજમાં  વિસ્તર,  હું   ઊંડે   તો  ડૂબી  શકું   છું ,

મુજ આંખોના અશ્રુ જળ તટ ઉપર ઊભા પ્રતિબિંબ  તમે થઇ
છીછરા  જળમાં  તરી  તારાજ  પ્રતિબિંબ ને  પકડી  શકું   છું ,

વાદળો    સંબંધના   વિખરાઈ,  પામે   હણહણતી    તરસને ,
એ   પળે   વરસાદ ની   ‘ચાતક’    મહેક  શ્વસી  છોડી શકું  છું ,

મુકુલ દવે ‘ચાતક’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*