હોઠની તરસે માછલી બની જળમાં તરવર્યા કરે મુકુલ દવે “ચાતક” ,

હોઠની  તરસ  માછલી  બની   જળમાં  તરવર્યા   કરે ,
મારે  સમંદરના ઉછાળા  કાચ    ઘરમાં  વિસ્તર્યા  કરે ,

ભલે   ને   ઊતર્યો   હજાર  પગથિયાં   તરસ   ભાંગવા,
ઉછેરીને  પાળી  પંપાળી  હતી તે આજે   તરફડ્યા  કરે ,

ઇચ્છાઓ બધીએ  મબલખ ભીની છમ્મ ને ઘેઘૂર લાગે ,
છતાંયે  અંદરથી  અજવાળાના  અભાવો  સંચર્યા  કરે ,

દોસ્તો   શ્વાસ   ઊછીના   લો  તો  જીવન  તમાશો  બને ,
સપનાં, સંબંધ ને  મિલનની  લાગણી ભડકે બળ્યા  કરે ,

ઘડિયાળના પિંજરમાં જે  વિહંગોએ માળો બાંધ્યો હતો ,
“ચાતક”  થઈને   સૌ   આઝાદ    આઈનો   ધર્યા    કરે ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*