હોઠ  પર  મૂકી  વાંસળી   ને  નભ  ઝૂક્યું  એ  તું   હશે !
ભીંજવી   પાંપણ  રાધાના  મૌનને  ઘૂટયું  એ  તું  હશે !

દીવાની બેઉ એક પ્રેમની પૂજારણ ને બીજી  વિજોગણ ,
તારી  અલગારી ચાહતે  કાળજાને  ડંખ્યું  એ  તું  હશે !

શોધે   યમુનાને  કાંઠે,  મથુરા,  દ્વારિકા  ને  વૃંદાવનને 
નડ્યા   સીમાડા   ને    બંસીસૂરે   છ્ળ્યું   એ  તું   હશે !

મીરાં  ને  રાધા  વૈરાગ્ય   અને  વિરકિતનો  સધિયારો ,
તદ્રૂપ બાવરીએ  ઝેર પીધું ને બંધન તૂટ્યું  એ  તું  હશે !

ઘેરો ચડ્યો રંગ “ચાતક” કરી દીવાની જ્યોત જ્વલંત ,
રોમ રોમ  પ્રિયને ચાહતાં જે  સ્વર્ગ  મળ્યું  એ  તું  હશે !

મુકુલ દવે “ચાતક”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *