હ્રદયના મુલકને સાફ સૂતરું રાખવા અશ્રુનું વહન કરું છું ,મુકુલ દવે “ચાતક”

હ્રદયના મુલકને સાફ સૂતરું રાખવા અશ્રુનું વહન કરું છું ,
ઘોળાયાં  અમૃત  રોમે  રોમમાં  મીરાને  સજીવન  કરું છું ,

એ  ભળી  ગયા  છે  વિસ્તરીને  ગંગાના  પાણીની    જેમ ,
ભાવ અભાવની લાગણીઓનું કાંઠા પર વિર્સજન  કરું  છું ,

પાંપણના   ખૂણે   દીવામાં   વાટ  મૂકાઈ   મીરાં   નાદની ,
મોરલીના    મીઠા       સૂરથી   રોજ   હું    ગુંજન  કરું   છું ,

સમય   જતાં  વચનો   છળ  થયા, બ્રહ્માંડ  બાનમાં  લીધું ,
નગરમાં  રમત ને  મમતના  જામેલા છળનું હવન કરું છું ,

ચૂકી   ના   જઉં   સ્વયં   ઈશ્વર  ને   પામવાનો    અવસર
હ્રદય મુલકનાં કમાડ ખોલી  માનવતાનું  જતન  કરું   છું ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*