હ્રદયની ડીલરશીપને ઓર્ડર લાગણીને કરીએ ,મુકુલ દવે “ચાતક”

હ્રદયની        ડીલરશીપનો   ઓર્ડર   લાગણીને   કરીએ ,
આંખના     એજન્ટને        પ્રેમની       ડીલીવરી    કરીએ ,

સ્મશાનમાં         શ્વાસ    ઉચ્છવાસના      ,ધુમાડા     જોઈ
ચોભેટે      સિગારેટના     ભરી        ,  ધુમાડા         ફૂંકીએ ,

સમુદ્રને     ઉલેચવા       ભાષણો    કરી     ખોબા   ભરીએ ,
ખાબોચિયામાં       બાલદી     ભરી      પાણી      ઉલેચીએ

અંધારા  દૂર  કરવા  મીણબતી  બાળી  અજવાળાં  કરીએ ,
‘હેપી   બર્થડે’ની   તાળી   વગાડી  જ્યોત  બુઝાવા  ફૂંકીએ ,

ગીધને    બોલાવી  ગરીબોના   શબનું  ડીએનએ   કરીએ ,
લોહીનું   ડોનેશન    કરી   બેક્ટેરિયાનું   માર્કેટીંગ   કરીએ ,

આંખનાં નીતરતાં  ખારાં પાણી કઈ ફેકટરીમાં બનતાં હશે ,?
“ચાતક” અંદર મરી પરવારેલ પાણીનું  વિશ્લેષણ કરીએ ,

મુકુલ દવે “ચાતક”

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*